જામનગર તાલુકાના નાઘુના ગામમાં રામ મંદિર પાસે રહેતાં યુવાનએ તેના ઘરે અગમ્ય કારણોસર સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘુના ગામમાં રામ મંદિરની બાજુમાં રહીને મજૂરીકામ કરતાં ઋષિરાજસિંહ રણજિતસિંહ કેશુર (ઉ.વ.26) નામના યુવાનએ રવિવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા બેશુદ્ધ હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ હરપાલસિંહ દ્વારા જાણ કરાતાં એએસઆઇ ડી. બી. જોગિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ હાથ ધરી હતી.


