દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર રોજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. બીચ પર અનેક પ્રકારની એક્તીવિટીઓ પણ વધારવામાં આવી રહી છે.
રવિવારના રોજ અહીં એક પ્રવાસી પેરાશૂટ રાઇડીંગ વખતે ટ્રેક્ટર સાથે અથડાયો હતો. જોકે આ ઘટના બની તે સમયે ઓછી ઉંચાઈ હતી પરિણામે કોઈ જાનહાની થઇ ન હતી. આ સમગ્ર ઘટનાનો વિડીઓ પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક યુવક પેરાશૂટમાં રાઈડીંગ કરવા માટે દોડ્યો અને દોરડું ટ્રેક્ટરમાં ફસાઈ જતા યુવક નીચે પટકાય છે.