Saturday, December 6, 2025
Homeરાજ્યનદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યુ

નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યુ

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા તથા ગઢડા ગામની સીમમાં આવેલી નદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલા એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામમાં રહેતો અને નોકરી કરતો ભૌતિક જયેશભાઈ સોરઠીયા (ઉ.વ.21) નામનો યુવક બુધવારે સાંજના સમયે તેના આઠ-દશ મિત્રો સાથે મોટા ઈટાળા અને ગઢડા ગામની સીમમાં આવેલા ખોડિયાર માં ના ધૂને ગયા હતાં. જ્યાં નદીમાં ન્હાવા પડયા હતાં. ન્હાતી સમયે ભૌતિક પાણીમાં ડૂબી ગયો હતો અને તેના મિત્રો દ્વારા બુમાબુમ કરાતા યુવકને બચાવવા માટે સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભૌતિકનું મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પિતા જયેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.એમ. ભીમાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular