આજકાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે લોકો કોઇપણ સ્થળે રીલ બનાવતા નજરે પડી જાય છે તો વળી સમયનો સદઉપયોગ કરીને ટ્રાવેલિંગ દરમિયાન મેટ્રોમાં કેટલાંય કામો કરતા પણ ઘણા વીડિયો આપણે જોયા હશે. પરંતુ, ખરેખર આ વીડિયો જોઇને એક વખત વિચાર આવે છે કે શું હવે આ જ જોવાનું બાકી હતું…?
View this post on Instagram
ચાલતી મેટ્રોમાં એક યુવકે પોતાએ રીલ બનાવવા માટે કબુતરી ડાન્સ કર્યો હતો. ત્યારે અચાનક તેને મેટ્રોમાં ડાન્સ શરૂ કરતા જ આસપાસમાં બેઠેલા વડીલો અને બાળકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં અને પોતાનું હસવું રોકી શકે તેમ ન હતાં. સોશિયલ મીડિયા એ વાયરલ વીડિયોની ભરમાર જોવા મળે છે. અહીં કેટલાંય જુગાડુ વીડિયો તો કેટલાંય ટેકનોલોજીના વીડિયો તો સ્ટંટના વીડિયો જોવા મળે છે તો વળી અહીં અવાર-નવાર કોમેડી વીડિયો પણ જોવા મળે છે. ત્યારે તાજેતરમાં જ એક વાયરલ વીડિયોમાં એક માણસ ચાલતી મેટ્રોમાં રીલ બનાવવામાં વ્યસ્ત કોચમાં હાજર બાળકો અને વડીલોને હસાવી ઉઠયો હતો. મેટ્રોમાં આખા દિવસમાં કેટલાંય વિચીત્ર કિસ્સાઓ બનતા જોવા મળે છે ત્યારે આ યુવાનનો જોરદાર ડાન્સ જોઇને બાળકો પણ હસી પડે છે.
આ યુવક ચાલતી મેટ્રોમાં રીલ બનાવી રહ્યા છે અને તે પોતે ‘કબુતરી બોલે કબુતર સે’ જેવા ગીત પર મનમોહક સ્ટેેપ જોઇને આસપાસના લોકો પણ દંગ રહી જાય છે તે સોશિયલ મીડિયાના ઽફિષયયદાફતૂફક્ષન02 નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. કોમેન્ટ સેકશન પ્રતિક્રિયાઓથી ભરેલું છે. લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. ત્યારે ગીત પર રીલ બની શકે અને એ પણ આટલા ઘાંસુ સ્ટેપ સાથે તેવું લોકોએ વિચાર્યુ પણ નહતું.


