ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં મીટરનો વાયર ચેક કરવા થાંભલા પર ચડેલા યુવાનનું વિજશોકથી મોત નિપજ્યું હતું.
જુનાગઢના વંથલી રોડ પરના વિસ્તારનો વતની અને હાલ ધ્રોલ ગામમાં આવેલા ત્રિકમવાસમાં રહેતો જયદીપ હરસુખભાઇ ચૌહાણ (ઉ.વ.25) નામનો ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ યુવાન સોમવારે સાંજના સમયે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં કરશનભાઇ ભરવાડના ઘરની પાછળ આવેલા ઇલેકટ્રીક થાંભલામાં મિટરના વાયરનો છેડો જોવા માટે થાંભલા પર ચડી વાયર ચેક કરતો હતો તે દરમિયાન એકા-એક વિજશોક લાગતાં થાંભલા પરથી નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે રમેશચંદ્ર દ્વારા જાણ કરાતાં હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.