Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરરનિંગ કરતા સમયે હૃદય બંધ પડી જતાં યુવાનનું મોત

રનિંગ કરતા સમયે હૃદય બંધ પડી જતાં યુવાનનું મોત

કાનાલુસમાં લેબર કોલોનીમાં રહેતાં યુવાનનું હૃદય થંભી ગયું : જામનગરની ગુજરીબજારમાં આવેલા આમરાના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

- Advertisement -

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલી લેબર કોલોનીમાં રહેતો યુવાન સપ્તાહ પૂર્વે વહેલીસવારમાં રનિંગ કરતો હતો તે દરમિયાન ચક્કર આવતા પડી જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતો યુવાન જામનગરની ગુજરી બજારમાં આવ્યો હતો ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતા બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કોરોનાકાળ બાદ ગુજરાતમાં બાળકોથી લઇ યુવાનોના હૃદયરોગના હુમલાને કારણે ભોગ લેવાની ઘટનાઓ અત્યંત ચિંતાજનક રીતે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને બાળકો અને યુવકોનો ભોગ વધુ લેવાઈ છે. જો કે, આવી ઘટનાઓ પાછળ કયા કારણોસર જવાબદાર છે ? તે અંગે હજુ સુધી હેલ્થ વિભાગ દ્વારા કોઇ રીસર્ચ કે સર્વે કરવામાં આવ્યો નથી. અને આવી ઘટનાઓ દિવસને દિવસે વધતી જાય છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં હૃદયરોગના હુમલાથી બે યુવાનોના મોત નિપજ્યા છે. જેની વિગત મુજબ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલી લેબર કોલોનીમાં રહેતો રાજસ્થાનના નવલગઢ જિલ્લાના કેરુ ગામનો વતની રાધેશ્યામ ડાયાલાલ પન્નુ (ઉ.વ.25) નામનો યુવાન ગત તા.5 ના રોજ વહેલીસવારના પાંચ વાગ્યાના અરસામાં ઘરની બાજુમાં રનિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એકાએક ચકકર આવતા પડી જવાથી બેશુદ્ધ થઈ ગયો હતો યુવાનને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું હાર્ટએટેકથી મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મુકેશભાઇ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર જિલ્લાના આમરા ગામમાં રહેતાં કેશવજીભાઈ દેવરાજભાઈ મઘોડિયા (ઉ.વ.44) નામના યુવાન રવિવારે બપોરના સમયે જામનગર શહેરના નાગનાથ ગેઇટ સોનાપુરી પાસે ભરાતી ગુજરી બજારમાં આવ્યા હતાં તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા પડી જવાથી બેશુદ્ધ થઈ ગયા હતાં. યુવાનને બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હિમ્મતભાઈ ધારવીયા દ્વાર જાણ કરાતા પીએસઆઇ કે અને જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular