Sunday, December 22, 2024
Homeરાજ્યહરીપર નજીક બાઈક આડે કુતરુ ઉતરતા અકસ્માતમાં યુવાનનું મોત

હરીપર નજીક બાઈક આડે કુતરુ ઉતરતા અકસ્માતમાં યુવાનનું મોત

દવા છાંટતા સમયે હાડાટોડામાં યુવાનનું મૃત્યુ

- Advertisement -

ધ્રોલ તાલુકાના હરીપર ગામ નજીકથી પસાર થતા બાઈકસવાર યુવાનને કુતરુ આડુ ઉતરતા સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના વાડી વિસ્તારમાં કપાસના પાકમાં પંપથી દવા છાંટતા સમયે નળી ખોલવા જતાં દવા પી જતાં આદિવાસી યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતો સરદાર સબલીયા પતૈયા (ઉ.વ.24) નામનો યુવાન ગત તા.27 ના રોજ મધ્યરાત્રિના સમયે મેળામાંથી પરત તેના ખેતરે જતો હતો ત્યારે હરીપર ગામ નજીક પહોંચ્યો ત્યારે બાઈક આડે કુતરુ આડું ઉતરતા બાઈક પરનો કાબુ ગુમાવી દેતાં સ્લીપ થવાથી નીચે પટકાયો હતો. જેમાં શરીરે અને માથામાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ધ્રોલની સરકારી અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા સબલીયાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામ રહેતાં અને ખેતમજૂરી કરતાં જગદીશ રેસસીંગભાઈ શીંગાળ (ઉ.વ.34) નામનો યુવાન ખેતરમાં કપાસના પાકમાં પંપથી દવા છાંટતો હતો તે દરમિયાન પંપ ખરાબ થઈ જતાં પમ્પની પ્રેશર નળી મોઢાથી ખોલવા જતાં દવાની વિપરીત અસર થઈ હતી અને ચકકર આવતા યુવાનને ધ્રોલની સરકારી અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું. બકુલસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular