Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત

જામનગર નજીક ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત

- Advertisement -

જામનગરના રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં રેલવેના પાટા ઓળંગી રહેલા અજ્ઞાત યુવાનને પોરબંદર મુજફફર નગર ટ્રેનના એન્જિનની ઠોકર લાગી જતાં ગંભીર ઈજા થઈ હતી, અને બેશુદ્ધ બન્યો હતો.

- Advertisement -

જેને રેલ્વે પોલીસે લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, જયાં ત્રણ કલાકની તબીબી સારવાર પછી તેનું મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના કોઈ વાલીવારસદાર મળ્યા ન હોવાથી અથવા તો તેની ઓળખ થઈ ન હોવાથી મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. રેલ્વે પોલીસ તેના વાલી વારસદારોને શોધવા માટે વધુ તપાસ ચલાવે છે. જેના કોઈ વાલી વારસદાર હોય તો રેલવે પોલીસ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમશીભાઇ પરબતભાઈ 9987 21436 નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular