Monday, June 17, 2024
Homeરાજ્યહાલારદ્વારકાના કુરંગા પાસે કારે ઠોકરે ચડાવતા યુવાનનું મોત

દ્વારકાના કુરંગા પાસે કારે ઠોકરે ચડાવતા યુવાનનું મોત

પૂરપાટ આવતી કારે સાત વ્યક્તિઓને હડફેટે લીધા : અન્ય ત્રણ વ્યક્તિઓને ત્રણને હોસ્પિટલે ખસેડાયા : પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

દ્વારકા નજીકના કુરંગા ગામ પાસેથી રાત્રિના સમયે પુરપાટ વેગે પસાર થતી એક અર્ટીગા કારના ચાલકે આ માર્ગ પર રહેલા સાત જેટલા લોકોને હડફેટે લેતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ જેટલા વ્યક્તિઓને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી આશરે 30 કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલી ખોડીયાર હોટલની સામે રહેલા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક પસાર થઈ રહેલી જી.જે. 35 એન. 4295 નંબરની એક અર્ટીગા મોટરકારના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, અને પોતાની કાર પરનો કાબૂ ગુમાવી દેતા રોડની એક તરફ ઊભેલા આશરે સાત જેટલા વ્યક્તિઓને હડફેટે લીધા હતા.

આ જીવલેણ અકસ્માતમાં ધવલસિંહ સુમણીયા નામના એક વ્યક્તિને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અન્ય ત્રણ જેટલા વ્યક્તિઓને ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે ઈજાગ્રસ્ત એવા રાયદેભાઈ વજશીભાઈ સુવા ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અર્ટીગા કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (એ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.કે. મારુ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular