જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં કેરોસીનના ડેપા પાસેથી ચાલીને જતા યુવાનને પૂરઝડપે આવતી બાઈકના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન ગઈકાલે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. અકસ્માતના બનાવ અંગે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા શાન્તીભાઈ મેઘજીભાઈ ધુકેરા નામના યુવાન ગત તા.6 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે ઉદ્યોગનગર વિસ્તારમાં કેરોસીનના ડેપા પાસેથી ચાલીને તેના ઘર તરફ જતાં હતાં તે દરમિયાન પૂરઝપડે બેફીકરાઈથી આવતા જીજે-10-ડીસી-7039 નંબરના બાઈકના ચાલકે યુવાનને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મંગળવારે મોડી સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મહેશભાઈની જાણના આધારે પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.