જામનગરમાં શંકર ટેકરી, વાલ્મિકીનગર વિસ્તારમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં શંકર ટેકરીમાં આવેલા વાલ્મિકીનગર, 49-દિગ્વિજય પ્લોટ, આશાપૂરા માતાજીના મંદિર સામે વસવાટ કરતાં મહિપાલભાઇ સંજયભાઇ વાઘેલા નામના 24 વર્ષના યુવાને ગત્ તા. 12મી નવેમ્બરના રાત્રિના સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરની ઓરડીમાં લોખંડના હૂકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું તા. 25 નવેમ્બરના રોજ મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે વિષ્ણુભાઇ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘સી’ પોલીસ સ્ટેશના હે.કો. વાય. બી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ આદરી હતી.


