જામનગર તાલુકાના સૂર્યપરા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતા અને મજૂરી કામ કરતાં યુવાનને પાણી વાળવાની બાબતે તેની પત્નિ સાથે બોલાચાલી થવાથી પતિએ મનમાં લાગી આવતાં ખેતરના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સૂર્યપરા ગામની સીમમાં આવેલા ચંદ્રેશભાઇના ખેતરમાં મજૂરીકામ કરતાં ગુડુભાઇ શેરુભાઇ ભાંભર (ઉ.વ.32) નામના યુવાનને ખેતરમાં પાણી વાળવા બાબતે તેની પત્નિ કેસરબેન સાથે બોલાચાલી થવાથી મનમાં લાગી આવતાં બુધવારે બપોરના સમયે પાંચાભાઇના ખેતરના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. લાપત્તા થયેલા પતિની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ કૂવામાંથી મૃતદેહ મળી આવતાં હેકો સી.ડી. જાટીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પત્નિ કેસરબેનના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.