જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કરતાં યુવાન જીરાના પાથરા નાખતા સમયે હાથ અને માથુ થે્રસરમાં આવી જતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતાં પ્રતાપસિંહ ભૂપતસિંહ કેસુર (ઉ.વ.45) નામના યુવાને સોમવારે વહેલસવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મહેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો કે.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા દાહોદ જિલ્લાના ખાતરપુરના મુવાડા ગામના વતની વિનુભાઈ બચુભાઈ ડામોર (ઉ.વ.35) નામનો યુવાન મંગળવારે સવારના સમયે તેના ખેતરમાં જીરાના પાથરા નાખતો હતો ત્યારે જમણો હાથ અને માથુ થ્રેસરમાં આવી જતાં ગંભીર ઈજા પહોંચતા યુવાનને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પત્ની જુમલીબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.