જામનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી વિપ્ર યુવતી કોલેજે ગયા બાદ ત્યાંથી લાપત્તા થયેલી યુવતીની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના હરિયા કોલેજ રોડ પર, સાંઢિયા પુલ પાસે આવેલા સરદારનગર-2, શેરી નંબર ચારમાં વસવાટ કરતાં જીતેન્દ્ર શાંતિલાલ વ્યાસ નામના યુવાનની પુત્રી મયૂરી (ઉ.વ.19) નામની યુવતીને ગત્ તા. 29ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં મહિલા કોલેજે મૂકી આવ્યા બાદ બપોરે સાડા અગિયાર વાગ્યે દીકરી મયૂરીને લેવા માટે ફોન કરતાં યુવતીનો ફોન સ્વિચ્ડ ઓફ આવતો હતો. ત્યારબાદ દીકરીની કોલેજે તથા ઘરે શોધખોળ કરી હતી. તેમ છતાં યુવતીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી યુવતીના પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. આ જાણના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


