લાલપુર તાલુકાના વાવડી ગામની સીમમાં આવેલા ખેતરમાં કરેલા બોરકૂવામાંથી મોટર કાઢવાનું કામ કરતા સમયે જીઈબીની લાઈનમાં અડી જતાં વીજશોક લાગતા ખેડૂત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના વાવડી ગામમાં રહેતાં ખેડૂત ધરણાંતભાઈ હમીરભાઈ વાવરોટીયા (ઉ.વ.40) નામનો યુવાન મંગળવારે બપોરના સમયે અશ્ર્વિનભાઈ ડાંગરના ખેતરે બોર કુવામાંથી મોટર કાઢવાનું કામ કરતો હતો. ત્યારે મોટર કાઢવા જતાં લોખંડના પોલ ઉભા કરી મોટર કાઢતો હતો તે સમયે ઉપરથી પસાર થતી જીઈબીની લાઇનમાં અડી જતા વીજશોક લાગતા બેશુધ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ બેશુદ્ધ હાલતમાં યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દાનાભાઇ વાવરોટીયા દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.