Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરચેલા ગામ નજીક બાઈક પરનો કાબુ ગુમાવી દેતા ચાલક યુવકનું મોત

ચેલા ગામ નજીક બાઈક પરનો કાબુ ગુમાવી દેતા ચાલક યુવકનું મોત

રક્ષાબંધનના દિવસે સાંજે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો : ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત : પાછળ બેસેલા યુવકને ઈજા : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા ગામ નજીકથી પસાર થતા બાઈકસવારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થવાથી ચાલક યુવકનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોતિ નિપજ્યું હતું તેમજ પાછળ બેસેલા યુવાનને પણ ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો અમિત દામાભાઈ પરમાર (ઉ.વ.22) નામનો યુવક સોમવારે રક્ષાબંધનના દિવસે સાંજના સમયે કલ્પેશ સોનગરા સાથે જીજે-10-એલટી-8134 નંબરના બાઈક પર જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા ગામ નજીક આવેલા ઐશ્ર્વરીયા ફાર્મ હાઉસ પાસેના રોડ પરથી પસાર થતો હતો ત્યારે ચાલક અમિતે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક પર બેસેલા બંને યુવકો રોડ પરથી નીચે પટકાયા હતાં અને બંનેને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઈકચાલક અમિત પરમારને મોઢામાં તથા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા કલ્પેશ સોનગરાને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તને સારાવર માટે હોસ્પિટલમાં મોકલી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મનિષ સોનગરાના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular