Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં કારચાલકે યુવાન તબીબના બાઈકને ઠોકરે ચડાવ્યું

જામનગર શહેરમાં કારચાલકે યુવાન તબીબના બાઈકને ઠોકરે ચડાવ્યું

- Advertisement -

જામનગર શહેરમાં વિશાલ હોટલ સામે સમર્પણ સર્કલ થી દિગ્જામ સર્કલ તરફ જતા માર્ગ પર પસાર થતા તબીબના બાઈકને પુરઝડપે આવતી કારે ઠોકર મારી હડફેટે લેતા તબીબ તથા તેમના પત્નીને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરની જી. જી. હોસ્પિટલમાં પી જી હોસ્ટેલ રૂમ નં.823 માં રહેતા તબીબ ગૌરાંગભાઈ ખંડિયા (ઉ.વ.30) નામના યુવાન મંગળવારે રાત્રિના સમયે સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલ તરફ જતા રોડ પર તેની પત્ની શીવાણીબેન સાથે જીજે-09-સીએ-2105 નંબરના બાઈક પર જતા હતાં ત્યારે પૂરઝડપે આવી રહેલી જીજે-01-કેએફ-0815 નંબરની ફીગો કારના ચાલકે તબીબના બાઈકને ઠોકર મારી અથડાતા અકસ્માતમાં તબીબ અને તેના પત્ની બાઈક પરથી ફંગોળાઈની નીચે પટકાયા હતાં. જેમાં દંપતીને નાની મોટી તથા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો કે.જે. જાડેજા તથા સ્ટાફે ગૌરાંગભાઈના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular