Sunday, January 11, 2026
Homeરાજ્યદોડની હરીફાઈના સ્પર્ધક યુવાનનું પડી જતા મોત

દોડની હરીફાઈના સ્પર્ધક યુવાનનું પડી જતા મોત

ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામે તાજેતરમાં એક ખાનગી કંપનીની અંદર દોડ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ માટે રાજસ્થાન રાજ્યના છબરા તાલુકાના રહીશ એવા લોકેશ સત્યનારાયણભાઈ નારંગ યુવાન આ સ્થળે દોડતા હોય, તેને ચક્કર આવતા ગબડી પડ્યો હતો. જેથી સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના ભાઈ અમૃતભાઈ સત્યનારાયણભાઈ નારંગે ખંભાળિયા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular