Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક પુરપાટ જતી મોટરકારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક પુરપાટ જતી મોટરકારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ

- Advertisement -
ખંભાળિયા- દ્વારકા ધોરીમાર્ગ પર ગઈકાલે શુક્રવારે બપોરે પૂરપાટ જતી એક મોટરકારના ચાલકે સામે આવી રહેલા મોટરસાયકલને અડફેટે લેતા આ બાઈક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા ડાડુભાઈ મેરામણભાઈ આંબલીયા નામના 35 વર્ષના આહીર યુવાન ગઈકાલે સિદસરા ગામેથી પોતાના દાત્રાણા ગામે પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી.જે.10 સી.બી. 5219 ઉપર બેસીને જઇ રહ્યા હતા, ત્યારે બપોરના આશરે એક વાગ્યે સામેથી અને ખંભાળિયા તરફ઼ આવી રહેલા ફોર્ચ્યુનર મોટરકાર નંબર જી.જે. 18 બી.એમ. 7054 ના ચાલકે ડાડુભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં બાઈક ચાલક ડાડુભાઈ આંબલીયા મોટરસાયકલ સાથે ફેંકાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ સાથે મૂર્છિત હાલતમાં ઈમરજન્સી 108 વાન મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
અકસ્માત સર્જી આરોપી ફોર્ચ્યુનર મોટરકાર ચાલક નાસી છૂટયો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રામદેભાઈ આંબલીયાની ફરિયાદ પછી ખંભાળિયા પોલીસે ફોર્ચ્યુનર કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, 304(અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના હેડ કોન્સ્ટેબલ કે.એલ. માડમે હાથ ધરી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular