વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્પોર્ટ્સ સેલ જામનગર મહાનગર દ્વારા તા. ૧૭ ના યોગ સાથે 72 સૂર્ય નમસ્કાર તથા વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે 72 આહુતિ આપી યજ્ઞ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર ડિસ્ટ્રીક કો- ઓડીનેટર પ્રીતિબેન શુકલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા અંજુબેન દુલાની, શારદાબેન ભુવા, મિતાબેન ડાંગરિયા, દીપ્તિબેન પંડ્યા, મીંનાબેન જ્યોતિષી એ જહેમત ઉઠાવેલ હતી.