જામનગર તાલુકાના વીજરખી ગામ નજીક આવેલ ફાયરીંગ રેંજમાં આજે સવારે પ્રેકિટસ દરમિયાન નજીકના ખેતરમાં ખેતીકામ કરતા એક શ્રમિકને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વીજરખી ફાયરીંગ રેંજ નજીક શ્રમિકને ગોળી વાગી pic.twitter.com/ydC69Mc4Xl
— Khabar Gujarat (@khabargujarat) September 12, 2022
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વીજરખી નજીક ફાયરીંગ રેંજ આવેલી છે. આ ફાયરીંગ રેંજમાં પોલીસ અધિકારીઓ દ્વારા ફાયરીંગ પ્રેકિટસ કરવામાં આવતી હોય છે અને આ પ્રેકિટસ દરમિયાન તંત્ર દ્વારા સમયાંતરે જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવે છે અને લોકોને આ વિસ્તાર નજીક અવર-જવર કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે. દરમિયાન આજે સવારે ફાયરીંગ રેંજ નજીક આવેલા એક ખેતરમાં ખેતીકામ કરતા યુવાન શ્રમિકને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત શ્રમિક યુવાનને તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને આ બનાવની તપાસ આરંભી હતી.