જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની મહિલા નદીમાં ન્હાવા તથા કપડા ધોવા માટે ગઈ હતી તે દરમિયાન અકસ્માતે પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉદેગઢ ગામના વતની અને જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા તથા મજૂરી કામ કરતી ધુંધરીબેન શંકરભાઇ સોલંકી (ઉ.વ.33) નામની મહિલા શુક્રવારે સવારના સમયે મામાદેવના મંદિરની સામે આવેલા પુલ નીચે નદીમાં ન્હાવા તથા કપડા ધોવા ગઈ હતી તે દરમિયાન અકસ્માતે નદીના પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા સ્થાનિક લોકોએ મહિલાને બહાર કાઢી હતી. બનાવની જાણ થતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પતિ શંકર સોલંકીના નિવેદનના આધારે મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.