ખંભાળિયામાં રહેતા એક મહિલાને રસ્તે રઝળતા શ્વાનએ બટકું ભરી લેતા તેણીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ખંભાળિયા નગર ગેઈટ વિસ્તારમાં આવેલા વણકર વાસમાં રહેતા જયશ્રીબેન નામના 40 વર્ષના એક મહિલાના પગમાં ગઈકાલે નગર ગેઈટ વિસ્તારમાં એક રખડુ કૂતરાએ બચકું ભરી લેતા તેણીને લોહી લુહાણ હાલતમાં અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. શહેરમાં વધતા જતા કૂતરાઓના આતંકથી નગરજનોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.