ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સફીઢોરો ખાતે રહેતા જરીનાબેન હુસેનભાઈ અબ્દુલભાઈ જખરા નામના ત્રીસ વર્ષના મહિલાની બાર વર્ષની પુત્રી કસ્ટમ રોડ ઉપર આવેલા પાણીના ટાંકા પાસે જમ્પિંગ રમવા માટે ગઈ હતી. ત્યાં બાળાના હાથે અન્ય એક બાળકીને ધક્કો લાગી જવાના કારણે તે નીચે પડી ગઈ હતી. જે અંગેનો ખાર રાખી, જૈનમબેન નુરમામદભાઈ ભટ્ટી, શાયરાબેન બિલાલભાઈ સુંભણીયા અને સુગરાબેન નામના ત્રણ મહિલાઓએ જરીનાબેન જખરાને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર માર્યાની ફરિયાદ સલાયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.