Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારધ્રાફા ગામની મહિલાને પતિ દ્વારા ત્રાસ આપી પતાવી દેવાની ધમકી

ધ્રાફા ગામની મહિલાને પતિ દ્વારા ત્રાસ આપી પતાવી દેવાની ધમકી

- Advertisement -

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી મહિલાને મગજના મસાનું અમદાવાદ ઓપરેશન કરાવ્યા બાદ દવા ચાલુ હોવાથી નબળાઈના કારણે ઘરકામ થતું ન હોય જેથી પતિ દ્વારા મેણાટોણા મારી ત્રાસ આપી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં કોમલબા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના મહિલાને સાત વર્ષ અગાઉ મગજમાં મસાની તકલીફ હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તેની દવા ચાલુ હોવાથી શારીરિક નબળાઈ રહેતી હતી. તેના કારણે કોમલબા ઘરકામ કરી શકતા ન હતાં. તેમ છતાં તેણીના પતિ હરદીપસિંહ વિક્રમસિંહ પરમાર (રહે. સુરેન્દ્રનગર) દ્વારા પત્નીને છેલ્લાં બે વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપી અવાર-નવાર મેણાટોણા મારતા હતાં અને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવની જાણ મહિલા દ્વારા સુરેન્દ્રનગરમાં રહેતાં તેના પતિ હરદીપસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular