Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરફાયરવિભાગ દ્વારા રણમલ તળાવમાં ખાબકેલ મહિલાને જીવીત અવસ્થામાં બહાર કઢાયા

ફાયરવિભાગ દ્વારા રણમલ તળાવમાં ખાબકેલ મહિલાને જીવીત અવસ્થામાં બહાર કઢાયા

વરસતા વરસાદ વચ્ચે ફાયરવિભાગ દ્વારા કામગીરી

જામનગરના રણમલ તળાવમાં આજે બપોરના સમયે એક મહિલા પડી જતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મહિલાને જીવિત અવસ્થામાં બહાર કાઢી સારવાર માટે ખસેડી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ આજે બપોરના સમયે શહેરના પવનચકકી વિસ્તારમાં રહેતાં બીનાબેન કમલેશભાઇ નંદા(ઉ.વ.50) નામના મહિલા કોઇ રીતે રણમલ તળાવમાં પડી ગયા હતાં. આ અંગેની જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી. વરસતા વરસાદ વચ્ચે ફાયરના જવાનો દ્વારા તળાવમાંથી આ મહિલાને જીવીત અવસ્થામાં બહાર કાઢી લીધાં હતાં. અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular