Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલા તબીબના એકટીવાને કારે ઠોકરે ચડાવ્યું

જામનગરમાં મહિલા તબીબના એકટીવાને કારે ઠોકરે ચડાવ્યું

- Advertisement -

જામનગર શહેરમાં સંતોષી માતાજીના મંદિરથી સાત રસ્તા તરફ જતાં માર્ગ પર એકટીવા પર જતી મહિલાને બેફીકરથી આવતી સ્વિફટ કારે પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચાડી ચાલક નાશી ગયો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં સમીબેન સમા નામના તબીબ મહિલા બુધવારે સાંજના સમયે તેના જીજે-10-સીસી-5505 નંબરના એકટીવા પર સંતોષી માતાજીના મંદિર થી સાત રસ્તા તરફ જતાં હતાં તે દરમિયાન ઓશવાળ સેન્ટર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બેફીકરાઇથી આવી રહેલી જીજે-03-એમએચ-5734 નંબરના ચાલકે તબીબ મહિલાના એકટીવાને પાછળથી ઠોકર મારતા નીચે પડી જતાં અકસ્માતમાં હાથમાં તથા માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો. મહિલા તબીબને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની જાણ થતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular