જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પરના વિસ્તારમાં રહેતાં મહિલાની તબિયત લથડતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર જૈન ઉપાશ્રય પાછળના નવકાર બંગલોમાં રહેતાં રૂપલબેન કેતનભાઈ મહેતા (ઉ.વ.49) નામના મહિલાની રવિવારે બપોરના સમયે તબિયત લથડતા સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ કેતનભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.જે.પોપાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.