જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની દ્વારા DAY-NULM યોજના અંતર્ગત તાજેતરમા જ લોકાર્પણ થયેલ છે. તેવા બેડી વિસ્તારના શેલટર હોમની મુલાકાત લેવામા આવી હતી અને શેલટર હોમનું સારી રીતે સંચાલન થાય તેવુું આયોજન કરીને જરૂરિયાતમંદ લોકોને આશ્રય આપવો તેમજ બાજુમા આવેલ વોર્ડ ઓફિસ, UPHC અને નંદઘરની આસપાસની જગ્યાની માલિકી ચેક કરી અપગ્રેડ કરવા જણાવ્યું હતું.
ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 272 આવાસોમા રેન્ડમલી ફલેટની કામગીરીનુ અવલોકન કર્યું હતું અને EWS 12ના સેમ્પલ ફલેટ તથા ગાર્ડનીંગ અને બાજુએ આવેલ સટ્રોમ વોટર ડ્રેનેજ ડેવલપમેન્ટ બયુટીફેશન સાથે આયોજન કરવા સુચના આપી હતી. આ સાઇટ વિઝીટ દરમિયાન સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોકભાઈ જોશી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના એન્જિનિયરો સહિત યોજનાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.