જામનગર ક્ષત્રિય સમાજમાં આગવું નામ ધરાવતા સેવાભાવી તથા આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને સંયુક્ત માનવ અધિકાર સમિતિ જામનગર જિલ્લાના પ્રમુખ પ્રદિપસિંહ કુંવરસિંહ વાળાના પુત્ર અજયસિંહ વાળાનો ગઈકાલે જન્મદિવસ હતો. તેઓએ 19 વર્ષ પુરા કરી 20માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓએ પોતાનો આ જન્મદિવસ વૃધ્ધાશ્રમમાં વડીલોની સેવા કરી ઉજવ્યો હતો.
આ ડીઝીટલ યુગમાં જયારે યુવાનો પોતાના જન્મદિવસ ઉજવવા માટે મોટી મોટી પાર્ટીઓ કરતા હોઈ છે અને યુવાનો નશાના રસ્તે પણ વળી રહ્યા છે. ત્યારે જામનગરમાં ક્ષત્રિય સમાજમાં આગવું નામ ધરાવતા સેવાભાવી તથા આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને સંયુક્ત માનવ અધિકાર સમિતિ જામનગર જિલ્લાના પ્રમુખ પ્રદિપસિંહ કુંવરસિંહ વાળાના પુત્ર અજયસિંહ વાળાનો ગઈકાલે જન્મદિવસ હતો. યુવાન અવસ્થામાં પણ અજયસિંહ તથા તેમના પરિવારજનોએ પોતાનો જન્મદિવસ વૃધ્ધાશ્રમમાં વડીલોની સેવા કરી ઉજવ્યો હતો.
અજયસિંહ તથા વાળા પરિવાર દ્વારા અજયસિંહના 20માં જન્મદિવસ નિમિતે સરૂ સેક્સન રોડ નજીક આવેલા જામરણજીતસિંહ વૃધ્ધાશ્રમમાં રહેતા 20 થી 25 જેટલા વૃધ્ધ વડીલો સાથે કેક કાપી રાત્રી ભોજન કર્યું હતું. આ તકે અજયસિંહ સાથે તેમના પિતા પ્રદિપસિંહ, માતા ઈલાબા, મોટાભાઈ ઋષિરાજસિંહ, ભાભી ઉર્વશીબા તેમજ રાજપુત સમાજના અગ્રણી દિલીપસિંહ જાડેજા, સુરૂભા ઝાલા અને મહિપતસિંહ ચુડાસમા સાથે રહ્યા હતા. અજયસિંહ તથા વાળા પરિવારે વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે જન્મદિવસની ઉજવણી કરી સમાજ તથા યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


