જામનગર વન વિભાગની દ્વારકા નોર્મલ રેન્જ દ્વારા ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. મોડેલ સ્કૂલ દ્વારકા ના બાળકો દ્વારા લોકોમાં રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિને જાગૃત કરી આઝાદીને અમર રાખવા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં દ્વારકા રેન્જ ના સ્ટાફ જાડેજા ઈલાબા, એચ વી પરમાર, કે એન ભરવાડ, પ્રવીણભાઈ બૈદિયાવડરાં, સૈલેશ ભાઈ તથા શાળાના આચાર્ય નીલમબેન તથા સ્ટાફ એન શહેરી જનો જોડાયા હતા.