મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના દરવામાં એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. રેલવે બાંધકામ માટે ખોદવામાં આવેલા ઉંડા ખાડામાં ડુબી જવાથી ચાર માસુમ બાળકોના મોત થયા છે.
બુધવારે સાંજે દરવા નેર રોડ નજીક રેલવે સ્ટેશન પરિસરમાં બનાવ બન્યો હતો. વર્ધા -યવતમાળ નાંદેડ રેલવે પ્રોજેકટસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે જે દરમિયાન પુલના થાંભલા બનાવવા માટે ઉંડા ખાડા ખોદવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં પડેલા વરસાદના પરિણામે ખાડાઓમાં પાણી ભરાઇ ગયા હતાં અને તેની આસપાસ કોઇ રક્ષણાત્મક વાડ બનાવવામાં આવી ન હતી. બાળકો ન્હાવા માટે ખાડામાં પડયા અને ઉંડાણ વિશે જાણ ન હોય, ડુબવા લાગ્યા આસપાસ લોકો એ તેમને બહાર કાઢયા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં.


