જામનગર જિલ્લાના મોટીખાવડી સ્થિત કંપનીના ગેઈટ પાસેના પાર્કિંગમાંથી વાહનચાોરી આચરનાર બે તસ્કરોને પડાણા પોલીસે ઝડપી લઇ ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીક રીલાયન્સ કંપનીના મટીરીયલ ગેઇટ પાસે આવેલા વાહન પાર્કિંગમાંથી ગત મે માસમાં જીજે-10-એકયુ-6000 નંબરનું બાઈક ચોરી કરાયું હતું. આ બાઈક ચોરી આચરનાર અંગે પો.કો. યુવરાજસિંહ ઝાલા, જયદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.બી.કોડીયાતર, હેકો ભગીરથસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, પો.કો. જયદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જેઠવા સહિતના સ્ટાફે વોચ ગોઠવી મોટી ખાવડી તરફથી આવતા બાઈકસવાર રામદેવસિંહ કિરીટસિંહ જાડેજા, વિરમદેવસિંહ કનુભા ચુડાસમા નામના બંને શખ્સોને આંતરીને પૂછપરછ કરતા બાઈક સીકકામાં રહેતાં વિશાલભાઈ ચૌહાણ નામના યુવાનનું હોવાનું ખુલતા પોલીસે રામદેવસિંહ અને વિરમદેવસિંહની ધરપકડ કરી ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.