Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ 8507 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

દ્વારકા જિલ્લામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ 8507 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ધોરણ-12 માં વિજ્ઞાન પ્રવાહના પાંચ કેન્દ્રોમાં 4420 વિદ્યાર્થીઓ નોંધાયા

- Advertisement -

ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 11 માર્ચથી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે ખાસ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના કેન્દ્રો, ઝોન તથા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

તા. 11 મી માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષાઓ આ વખતે વિદ્યાર્થીઓની હાઈએસ્ટ સંખ્યા નોંધાઈ છે. આ વર્ષે બંને ધોરણ મળીને બોર્ડમાં કુલ 15,38,953 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ધોરણ 10 માં રેગ્યુલર, રીપીટર સાથે 517,966 વિદ્યાર્થીઓ તથા 399,731 વિદ્યાર્થીનીઓ સાથે 917,867 પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં 489,249 છાત્રો છે. ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં 111,549 રેગ્યુલર અને 20,438 રીપીટર સાથે કુલ 131,987 વિદ્યાર્થીઓ રહેશે.

આ વચ્ચે હાલર પંથકની સ્થિતિ જોઈએ તો દ્વારકા જિલ્લામાં 6707 નિયમિત છાત્રો સહિત કુલ 8507 વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપશે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા ઝોનમાં ધોરણ 10 ના પરીક્ષા સ્થળોમાં ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, જામ રાવલ, કલ્યાણપુર, નંદાણા, મીઠાપુર અને ભાટિયા એમ આઠ સ્થળોએ બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે.

- Advertisement -

જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર, કાલાવડ, ધ્રોલ જોડિયા તથા જામનગર મળીને કુલ 13,437 નિયમિત છાત્રો સાથે 16,885 છાત્રો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ આપશે. ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં દ્વારકા જિલ્લામાં માત્ર 348 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જે માટે મીઠાપુર અને ખંભાળિયા પરીક્ષા કેન્દ્રો રહેશે. જ્યારે જામનગર જિલ્લામાં દ્વારકા જિલ્લાથી પાંચ ગણા 1,870 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ માટે નોંધાયેલા છે.

આવી જ રીતે હાલારમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જોઈએ તો જામનગર જિલ્લામાં જામનગર, ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર અને લાલપુર વિસ્તારમાં 9,456 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે દ્વારકા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4420 વિદ્યાર્થીઓ રહેશે. દ્વારકા જિલ્લામાં ધોરણ 12 માં સામાન્ય પ્રવાહ માટે ભાણવડ, દ્વારકા, મીઠાપુર, ખંભાળિયા તથા ભાટિયા એમ પાંચ કેન્દ્રો નિમાયા છે.

- Advertisement -

સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા સમિતિ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે. સાથે વિવિધ સંઘના હોદ્દેદારો, કેળવણીકારો, બોર્ડના, સભ્યો સાથેની આ કમિટીની બેઠકોનો દૌર પણ આગામી દિવસોમાં શરૂ થશે. આ સાથે જિલ્લા કલેકટર દ્વારા વર્ગ-2 ના અધિકારીઓ સાથેની રેવન્યુ સ્કવોડ તથા બોર્ડ દ્વારા ખાસ ચેકિંગ સ્કવોડનું પણ આયોજન થયું છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કોષ્ટક જાહેર કરીને પરીક્ષાઓમાં ગેરરીતિ સામે કડક પગલાંઓની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જેમાં 10 કે વધુ ગેરરીતી – કોપી કેસ કોઈ એક વર્ગખંડ કે બ્લોકમાં જોવા મળે તો ખંડ નિરીક્ષક સામે ઇન્ક્રીમેન્ટ અટકાવવા સહિતની કામગીરી તેમજ પરીક્ષાર્થી દ્વારા જવાબવહીમાં ચલણી નોટો બીડીને લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવે તો આખી પરીક્ષા રદ કરવા સાથે આગામી એક વર્ષ પરીક્ષાના આપવા ન દેવી, ચોરી કરતા પકડાય તે વિદ્યાર્થી સામે કડક પગલાં સાથે આવા પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા સ્ટાફ સામે જરૂર પડ્યે ફરજ મોકૂફી અને પોલીસ ફરિયાદ સહિતની જોગવાઈ સાથેનું શિક્ષા કોષ્ટક પણ જાહેર થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular