Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે 407 અને સભ્ય પદ...

જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે 407 અને સભ્ય પદ માટે કુલ 1893 ઉમેદવારો મેદાનમાં

અત્યાર સુધીમાં સરપંચના 87 ઉમેદવારો તથા સભ્ય પદના 1188 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા

જામનગર સહિત રાજ્યભરમાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. જામનગર જિલ્લામાં કુલ 266 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં સરપંચ માટે કુલ 739 અને સભ્ય માટે કુલ 3320 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ બાદ હાલમાં સરપંચ માટે 494 અને સભ્ય માટે 3081 ઉમેદવારો માન્ય રહયા છે.

- Advertisement -

જામનગર જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આગામી તા. રર જૂનના રોજ મતદાન યોજાનાર છે. તે પૂર્વે ફોર્મ ભરવા, ફોર્મની ચકાસણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લાની કુલ 266 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં સભ્ય માટે 739 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જયારે સભ્ય માટે 332ર ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના 7 તથા સભ્ય માટેના 35 ઉમેદવારી પત્રો અમાન્ય રહયા હતા. અને 732 સરપંચ માટેના ઉમેદવારી પત્રો તથા 3287 સભ્યો માટેના ઉમેદવારી પત્રો માન્ય રહયા છે. ત્યારબાદ સરપંચના 238 ઉમેદવારોએ તથા સભ્ય પદના 206 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા. જયારે સરપંચ પદના 87 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જયારે સભ્ય પદના 1188 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હાલમાં સરપંચ પદ માટે કુલ 407 અને સભ્ય પદ માટે 1893 ઉમેદવારો મેદાનમાં છે.

જામનગર જિલ્લાના તાલુકા મુજબ વાત કરીએ તો જામનગર ગ્રામ્યની 65 ગ્રામ્ય પંચાયતોની બેઠક માટે સરપંચ પદ માટે 195 તથા સભ્ય પદ માટે 953 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના બે ફોર્મ તથા સભ્ય પદના 11 ફોર્મ અમાન્ય રહયા હતા. અને સરપંચ પદ માટે 193 તથા સભ્ય માટે 942 ઉમેદવારી માન્ય રહી હતી. ત્યારબાદ સરપંચ પદમાં 67 ઉમેદવારોએ તથા સભ્યો માટે 69 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જયારે સરપંચમાં 20 તથા સભ્યોમાં 262 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હવે સરપંચ પદ માટે 106 તથા સભ્ય પદ માટે 611 ઉમેદવારો મેદાનમાં છે.

- Advertisement -

કાલાવડની 72 ગ્રામ્ય પંચાયતોની બેઠક માટે સરપંચ પદ માટે 178 તથા સભ્ય પદ માટે 729 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના બે ફોર્મ તથા સભ્ય પદના 13 ફોર્મ અમાન્ય રહયા હતા. અને સરપંચ પદ માટે 176 તથા સભ્ય માટે 716 ઉમેદવારી માન્ય રહી હતી. ત્યારબાદ સરપંચ પદમાં 50 ઉમેદવારોએ તથા સભ્યો માટે 29 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જયારે સરપંચમાં 25 તથા સભ્યોમાં 344 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હવે સરપંચ પદ માટે 101 તથા સભ્ય પદ માટે 343 ઉમેદવારો મેદાનમાં છે.

લાલપુરની 47 ગ્રામ્ય પંચાયતોની બેઠક માટે સરપંચ પદ માટે 158 તથા સભ્ય પદ માટે 678 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના 1 ફોર્મ તથા સભ્ય પદના 2 ફોર્મ અમાન્ય રહયા હતા. અને સરપંચ પદ માટે 157 તથા સભ્ય માટે 676 ઉમેદવારી માન્ય રહી હતી. ત્યારબાદ સરપંચ પદમાં 61 ઉમેદવારોએ તથા સભ્યો માટે 54 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જયારે સરપંચમાં 11 તથા સભ્યોમાં 150 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હવે સરપંચ પદ માટે 85 તથા સભ્ય પદ માટે 472 ઉમેદવારો મેદાનમાં છે.

- Advertisement -

જામજોધપુરની 34 ગ્રામ્ય પંચાયતોની બેઠક માટે સરપંચ પદ માટે 102 તથા સભ્ય પદ માટે 447 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના 2 ફોર્મ તથા સભ્ય પદના 5 ફોર્મ અમાન્ય રહયા હતા. અને સરપંચ પદ માટે 100 તથા સભ્ય માટે 442 ઉમેદવારી માન્ય રહી હતી. ત્યારબાદ સરપંચ પદમાં 35 ઉમેદવારોએ તથા સભ્યો માટે 18 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જયારે સરપંચમાં 10 તથા સભ્યોમાં 142 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હવે સરપંચ પદ માટે 55 તથા સભ્ય પદ માટે 282 ઉમેદવારો મેદાનમાં છે.

ધ્રોલની 24 ગ્રામ્ય પંચાયતોની બેઠક માટે સરપંચ પદ માટે 53 તથા સભ્ય પદ માટે 244 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના 0 ફોર્મ તથા સભ્ય પદના 1 ફોર્મ અમાન્ય રહયા હતા. અને સરપંચ પદ માટે 53 તથા સભ્ય માટે 243 ઉમેદવારી માન્ય રહી હતી. ત્યારબાદ સરપંચ પદમાં 14 ઉમેદવારોએ તથા સભ્યો માટે 21 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જયારે સરપંચમાં 12 તથા સભ્યોમાં 143 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હવે સરપંચ પદ માટે 27 તથા સભ્ય પદ માટે 79 ઉમેદવારો મેદાનમાં છે.

જોડિયાની 24 ગ્રામ્ય પંચાયતોની બેઠક માટે સરપંચ પદ માટે 53 તથા સભ્ય પદ માટે 271 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જે પૈકી સરપંચના 0 ફોર્મ તથા સભ્ય પદના 3 ફોર્મ અમાન્ય રહયા હતા. અને સરપંચ પદ માટે 53 તથા સભ્ય માટે 268 ઉમેદવારી માન્ય રહી હતી. ત્યારબાદ સરપંચ પદમાં 11 ઉમેદવારોએ તથા સભ્યો માટે 15 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. જયારે સરપંચમાં 9 તથા સભ્યોમાં 147 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ હવે સરપંચ પદ માટે 33 તથા સભ્ય પદ માટે 108 ઉમેદવારો મેદાનમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular