ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર અને જામનગર જીલ્લા યુવા વિકાસ અધિકારી સંચાલિત વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિતે જામનગરમાં પ્રથમવાર ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ-2023નું આયોજન તા.26,27,28 માર્ચ 2023 દરમ્યાન દરરોજ રાત્રે 9 કલાકે ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં પ્રથમ દિવસે થીયેટર પીપલ્સ જામનગર દ્વારા જય વિઠલાણી દિગ્દર્શિત અસ્તો માં સદગમય, રોહિત હરિયાણી દિગ્દર્શિત મેરી ગો રાઉન્ડ તથા રોહિત હરિયાણી દિગ્દર્શિત અફલાતૂન નામના નાટકો, દ્રિતીય દિવસે અદિતિ દેસાઈ દિગ્દર્શિત અકુપાર( ગુજરાતી મંચ ઉપર જીવતું થતું ગીરનું જંગલ), ત્રીજા દિવસે વિજય લીંબાચીયા દિગ્દર્શિત લો અમે તો ચાલ્યા નાટકો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી,જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયા, જીલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, માહિતી કચેરીના સીનીયર સબ એડિટર પારૂલબેન કાનગડ,જીલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, જીલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયા, માહિતી મદદનીશ વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત યુવા વિકાસ અધિકારી બી.એ.જાડેજા,જીલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ પ્રમુખ મહેશભાઈ મુંગરા, કોર્પોરેટરઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકજનોએ આ ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ નિહાળેલ હતો