અનુભૂતિ ગ્રુપ જામનગર અને નમસ્તે ઇન્ડિયા પુણેના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં તારીખ 5 થી 7 ડિસેમ્બર દરમ્યાન યોજાશે. નમસ્તે જામનગર સાંસ્કૃતિક અને કલાનો મેળો. જેનું ઉદધાટન તારીખ 4ના દ્વારકાધીશ મંદિરના દર્શન અને પૂજા દ્વારા નમસ્તે ઇન્ડિયા ના સ્થાપક સુધીર સલુનકે દ્વારા કરવામાં આવશે ત્યાર બાદ સુમેર રેસીડેન્સી હોલ, સુમેર ક્લબ ,જામનગર ખાતે ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન જુનિયર કલાકારો રિવા મૂંગરા -7 વર્ષ અને ધ્યેય શાહ 14 વર્ષ દ્વારા તારીખ 5-12-2025 ના રોજ સવારે 10-00 વાગ્યે કરવામાં આવશે.જેમાં જામનગર ઉપરાંત વિદેશી કલાકારો સાઉથ કોરિયાના 65 ચિત્રો નું પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન નિ શુલ્ક જાહેર જનતા માટે સવારે 10 થી બપોરે 1 તથા બપોરે 3 થી સાંજે 6 સુધી તારીખ 5 , 6 અને 7 ના રોજ નિહાળી શકાશે. તો આ અનેરા કલા અને સાંસ્કૃતિકના સમન્વય નમસ્તે જામનગરને નિહાળવા જામનગરની જનતાને તથા જામનગરના મહાનુભાવોને અનુરોધ કરાયો છે. સાથે પંડિત આદિત્યરામ ઘરાનાના સંગીતની સંધ્યા સંગીત સાધના મંદિર ના કલાકારો દ્વારા તારીખ 5ના સાંજે 6 થી 8 દરમ્યાન કરવામાં આવશે.
તારીખ 6ના રોજ સવારે 11-00 થી 1-00 સુધી રણમલ તળાવ લાખોટા મ્યુઝિયમ પાસે લાઈવ પેન્ટિંગ તથા તારીખ 7ના સવારે 10 થી 12 હેરિટેજ વોક ક્રિકેટ બંગલાથી બાલા હનુમાન મંદિર સુધી અને ત્યાર બાદ ગુરુદ્વારા સિંઘ સભાની મુલાકાત કરવામાં આવશે. આ અનેરા કલા અને સાંસ્કૃતિકના સમન્વય નમસ્તે જામનગરને નિહાળવા જામનગરની જનતાને તથા જામનગર ના મહાનુભાવોને આમંત્રણ છે.વધુ માહિતી માટે સંજય જાની 90990 11690, ડો.ભવનિત કૌર 96013 90499નો સંપર્ક કરવો.


