જામનગરના એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ અને જણાવેલ કે લાલ બંગલો જિલ્લા કાનૂની સેવા સતા મંડળની ઑફિસ પાસે અંદાજે 90 વર્ષના વૃદ્ધ મહિલા અહીંયા બે કલાકથી આવીને બેઠા છે અને એવુ જણાવે છે કે તેમના દીકરાએ માર માર્યો હતો બાદમાં તેઓ ઘરેથી તળાવમાં પડવા માટે નીકળી ગયા હતા અને અહીંયા આવીને બેઠા છે.
આથી 181 મહિલા હેલ્પલાઈના કાઉન્સેલર દર્શના મકવાણા, ક્ધસ્ટેબલ ઇલાબા ઝાલા, પાઇલોટ મહાવિરસિંહ વાઢેર સાહિતનાઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વૃદ્ધ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના ત્રણ દીકરા છે અને તે જામનગર જિલ્લાના સિક્કા ગામમાં રહે છે પીડિતા વૃદ્ધાના સૌથી નાના દીકરાએ તેમના સાથે મારકૂટ કરેલ હોવાથી તેઓ કંટાળીને ઘર મુકીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મહિલા હેલ્પલાઈનના સ્ટાફ દ્વારા તેમનું કાઉન્સલિંગ કરી વૃદ્ધાને સમજાવીને તેમના ઘરે જવા માટે સલાહ આપી હતી. વૃદ્ધાએ કોઈ કાર્યવાહી કરવાનીના પાડતા 181ની ટીમે વૃદ્ધાને ઘરે પહોંચાડી તેમના દીકરા અને પુત્રવધૂનું પણ કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજ આપી સારસંભાળ લેવા સૂચન કરી અને હવે પછી પીડિત વૃદ્ધા પર હિંસા ન થાય તે બાબતે કડકાઈ થી સમજણ આપી હતી.