જામનગર નજીક આવેલાં ખિજડીયા બાયપાસ અને ઠેબા ચોકડી વચ્ચે રાત્રીના સમયે પેટ્રોલ ભેરલું ટ્રેન્કર પલ્ટી મારી ગયું હતું. અકસ્માતમાં ટ્રેન્કરના કલિનરને સામાન્ય ઇજા પહોંચી હતી.બનાવની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાર્યવાહી હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર થી રાજૂલા તરફ જતું જીજે 14 ડબ્લ્યુ 3132 નંબરનું ટ્રેન્કર રાત્રીના સમયે ખીજડીયા બાયપાસ અને ઠેબા ચોકડી વચ્ેચના માર્ગ પરથી પાસર થતું હતું તે દરમ્યાન ચાલકે કોઇ કારણસર કાબુ ગુમાવી દેતાં ટ્રેન્કર પલટી ખાઇ ગયું હતું. જો કે, આ અકસ્માતમાં કલિનરને સામાન્ય ઇજા થઇ હતી.આ ટ્રેન્કર એસ્સારમાંથી પેટ્રોલ ભરી રાજૂલા જતું હતું ત્યારે અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ફોમ દ્વારા ફાયરિંગ કરી કાર્યવાહી હાથધરી હતી.