Sunday, December 22, 2024
Homeરાજ્યકચ્છના વિદ્યાર્થીએ પૃથ્વીને નુકશાન કરતાં ઉલ્કાપિંડની શોધ કરી

કચ્છના વિદ્યાર્થીએ પૃથ્વીને નુકશાન કરતાં ઉલ્કાપિંડની શોધ કરી

નાસાની સહયોગી સંસ્થા દ્વારા બાળ વૈજ્ઞાનિકને સન્માનિત કરાયો

- Advertisement -

માંડવીની એન્કરવાલા સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પૃથ્વી તેમજ સમસ્ત માનવજાતને નુકસાન કરતા ઉલ્કાપિંડની શોધ કરી છે. નાસા દ્વારા આપવામાં આવતા રિસર્ચમાં આ વિદ્યાર્થીએ સફળ થઈ ડી.એમ.એસ 00007 નામના એક ઉલ્કાપિંડની શોધ કરી છે. જેને ધ્યાનમાં રાખીને આ બાળ વૈજ્ઞાનિકને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે.

- Advertisement -

માંડવીના ધો.10માં અભ્યાસ કરતાં દક્ષ મધુસૂદન ફોફિંડી નામના વિદ્યાર્થીએ પૃથ્વી તેમજ સમસ્ત માનવજાતને નુકસાન કરતા ઉલ્કાપિંડની શોધ કરી છે. દક્ષ અંતરીક્ષ તેમજ ઉલ્કાપિંડ પર ખોજ કરતી ભારતની સ્ટાર ગેઝિંગ સંસ્થા સાથે જોડાયેલો છે. નાસા દ્વારા આપવામાં આવતા રીસર્ચમાં તેણે સફળતા મેળવીને કચ્છ તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પરિવારજનો તથા શાળાના આચાર્ય દ્વારા પણ દક્ષની અ સિદ્ધિને બિરદાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular