Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં 37 કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન કલ્ચરલ કોમ્પલેક્ષ

જામનગરમાં 37 કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન કલ્ચરલ કોમ્પલેક્ષ

નાઘેડી પાસે 10 એમએલડી ક્ષમતાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 22.76 કરોડનું ખર્ચ મંજૂર: ધોળા હાથી જેવા રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેઈન્ટેન્સ માટે વધુ રૂા. 45 લાખ ખર્ચશે જામ્યુકો : બેઠકમાં કુલ 552 કરોડના વિકાસ કામો તેમજ પ્રોજેકટસને બહાલી આપવામાં આવી

જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિએ કુલ રૂા.552 કરોડના રૂટિન કામો, વિકાસ કામો, તેમજ નવા પ્રોજેકટને મંજૂરી આપી છે. જેમાં 37 કરોડના મલ્ટી પર્પઝ કલ્ચર કોમ્પલેક્ષ તેમજ 22.76 કરોડના નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને સોમવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં જુદા-જુદા 552 કરોડના કામો તેમજ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર શહેરમાં રાજકોટ રોડ પર સિંધુ જયોત કોમ્યુનિટી હોલ પાસે રૂા.37 કરોડના ખર્ચે અદ્યતન કલ્ચરલ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવશે. આ કોમ્પલેક્ષમાં કલ્ચરલ શો, નાટક, નૃત્ય, સંગીત, એક્ઝિબીશન જેવા આયોજનો થઈ શકશે. 1200 ની સિટીંગ કેપેસિટીનો એક મલ્ટી લેવલ ઓડીટોરીયમ પણ નિર્માણ કરવામાં આવશે સાથે સાથે પ્રોજેકટર રૂમ, ટોયલેટ બ્લોક, ગ્રીન રૂમ, આર્ટગેલેરી, કાફેટએરીયા, એક્ઝિબીશન હોલ, ઇલેકટ્રીક રૂમ, વીઆઇપી રૂમ, વેઈટીંગ લોંજ, લીફટ, વહીવટી ઓફિસ, રિસ્પેશન, પાર્કિંગ, લેન્ડસ્કેપીંગ, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, પાર્ટી પ્લોટ સહિતની સુવિધાઓ નિર્માણ કરવામાં આવશે. કુલ 1,89,825 ચો.ફુટના વિશાળ એરિયામાં આ કલ્ચરલ કોમ્પલેક્ષ નિર્માણ પામશે. જેમાં 70 હજાર ચો.ફુટ જેટલો પાર્કિંગ વિસ્તાર પણ હશે.

આ ઉપરાંત ગ્રીન ફ્રિબ્યુનલ તથા અમૃત યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ખંભાળિયા રોડ પર લહેરની તળાવની પાછળ રૂા.22.76 કરોડના ખર્ચે 10 એમ.એલ.ડી ક્ષમતાનો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સિવેજ પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત સરકારના જીયુડીસી વિભાગ દ્વારા રાજયની તમામ મહાપાલિકાઓમાં 250 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવાના પ્રોજેકટ અંતર્ગત જામનગરમાં સોલાર પાવર પ્રોજેકટ ઈન્સ્ટોલ કરવા માટે રૂા.20.30 કરોડના ખર્ચનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત રાજ્ય સરકારની મોકલી આપવામાં આવશે. શહેરમાંથી પકડવામાં આવતા રજડતા ઢોરને અબડાસા સ્થિત કચ્છીભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ સંચાલિત પાંજરાપોળમાં મોકલી આપવા માટે રૂા.2.14 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુદા જુદા વોર્ડમાં સિમેન્ટ રોડ, સિમેન્ટ બ્લોક, ભૂગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણના કામ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીતસિંહજી પાર્ક, રણમલ લેક ગાર્ડનના મેઈન્ટેનન્સ સહિતના જુદા જુદા ખર્ચને પણ આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. જામ્યુકોની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કરોડોના ખર્ચે વસાવવામાં આવેલા રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેઈન્ટેન્સ માટે વધુ રૂા. 45 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ બેઠકમાં મેયર વિનાદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી એન મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular