ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત SGFI સીધી રાજ્યકક્ષાની અંડર 14 ભાઇઓ અને બહેનોની સોફ્ટબોલ સ્પર્ધા તા.01/12/2023 થી તા.04/12/2023 સુધી કાલાવડના નચીકેતા વિદ્યા સંકુલના મેદાન પર યોજાઈ હતી.
આ સ્પર્ધામા સમગ્ર રાજયમાંથી ભાઇઓની 57 અને બહેનોની 54 ટીમોના 1800 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ભાઇઓમાં પ્રથમ ક્રમે ડી.એસ.પટેલ હાઇસ્કુલ-આણંદ, બીજા ક્રમે ડી.એન.જે.આદર્શ હાઇસ્કુલ-બનાસકાંઠા અને ત્રીજો ક્રમે સુમન વિદ્યાલય -અમદાવાદે પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે ડી.એસ.પટેલ હાઇસ્કુલ-આણંદ, બીજા ક્રમે પી.કે.એમ.અપ્પર પ્રાયમરી ગર્લ્સ સ્કુલ- જુનાગઢ અને ત્રીજા ક્રમે નોરતોલ પ્રાથમીક શાળા નં.1- મહેસાણાએ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા ખેલાડિઓને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવ્યાં હતાં તેમજ વિજેતા ખેલાડીઓમાંથી પસંદગી થયેલ ગુજરાત રાજયની સોફ્ટબોલ ભાઇઓ તથા બહેનોની ટીમ રાષ્ટ્રીયકક્ષાએ રાંચી- છત્તીસગઢ ખાતે રમવા જશે.
ખેલાડીઓને રહેવાની, જમવાની, નિવાસ અને આવવા-જવા માટેના પ્રવાસભથ્થાની વ્યવસ્થા ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત ગમત અધિકારી જામનગર દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર સ્પર્ધા ખેલાડીઓ માટે સંતોષકારક વાતાવરણમાં પૂર્ણ થઇ હતી.