સોશિયલ મીડિયામાં આજે એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં આણંદના બોરસદમાં સંસ્કારનગરી સોસાયટીમાં પુરઝડપે આવી રહેલ બસ ધડાકાભર મકાનમાં ઘુસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
#Gujarat #anand #CCTV #Khabargujarat
ફૂલસ્પીડમાં આવી રહેલ ખાનગી બસ મકાનમાં ઘુસી ગઈ
આણંદના બોરસદમાં આવેલ સંસ્કારનગરીની ઘટના
સીસીટીવી સામે આવ્યા pic.twitter.com/Z9ay9tQjD4— Khabar Gujarat (@khabargujarat) December 17, 2021
સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક ખાનગી બસ મકાનમાં ઘુસી જાય છે આ ઘટનામાં બસમાં બેસેલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને મકાનને પણ ભારે નુકશાન થયું છે. બસ ડ્રાઈવરની ઘોર બેદરકારીના પરિણામે આ ઘટના ઘટી હતી.