Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરડ્રગ્સ અને દારૂની વધતી માયાજાળના વિરોધમાં યુવક કોંગ્રેસ દ્વારા મૌન રેલી

ડ્રગ્સ અને દારૂની વધતી માયાજાળના વિરોધમાં યુવક કોંગ્રેસ દ્વારા મૌન રેલી

- Advertisement -

ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના વેચાણના વિરોધમાં જામનગર યુવક કોંગ્રેસ દ્વારા આજરોજ મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતાં.

- Advertisement -

ગુજરાતમાં બેરોકટોક ડ્રગ્સ અને દારુના વેચાણ તથા ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવવા બદલ ગુજરાત સરકારના વિરોધમાં યુવક કોંગ્રેસ જામનગર દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરનાં કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શરુ થયેલી આ રેલી તિનબત્તી, સુપર માર્કેટ સહિતના માર્ગો પર ફરી શહેર કાર્યાલય ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સરાહાબેન મકવાણા, કોંગ્રેસ અગ્રણી આનંદ ગોહિલ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સહિતના એનએસયુઆઇ યુવક કોંગ્રેસ તથા કોંગ્રેસના કાર્યકરો, હોદ્ેદારો મોટી સંખ્યામાં જોડાયા હતાં. કાર્યકરો દ્વારા મોઢા પર કાળુ કપડુ બાંધી મૌન રેલી યોજી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular