Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇમાં આજે એનસીપીના બંને જૂથોનું શક્તિ પ્રદર્શન

મુંબઇમાં આજે એનસીપીના બંને જૂથોનું શક્તિ પ્રદર્શન

- Advertisement -

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બંને જૂથો આજે શક્તિ પ્રદર્શન કરશે. એનસીપીના વડા શરદ પવાર દ્વારા ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા માટે વ્હીપ જાહેર કરી છે. શરદ પવારે પોતે ધારાસભ્યોને ફોન કરી બોલાવ્યા છે. તે જ સમયે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો જૂથ ગઈઙના 58 માંથી 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યો છે. જેને લઇ શરદ પવાર જૂથ ચિંતિત દેખાઈ રહ્યું છે.

- Advertisement -

શરદ પવાર જૂથે દક્ષિણ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે પક્ષના ધારાસભ્યો સહિત રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓની બેઠક બોલાવી છે, જ્યારે અજિત જૂથે બાંદ્રામાં ખઊઝ સંકુલમાં બેઠક બોલાવી છે. જિતેન્દ્ર આવ્હાડે શરદ પવારના જૂથ વતી વ્હીપ જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શરદ પવારે બુધવારે બપોરે 1 વાગે બેઠક બોલાવી છે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહે તે જરૂરી છે. બીજી તરફ, અજિત પવાર જૂથ વતી સુનીલ તટકરે બેઠકની અધ્યક્ષતા કરશે, જેના માટે શિવાજીરાવ ગર્જેએ બેઠક બોલાવી છે.

શરદ પવારની કડક સૂચના પછી પણ શરદ પવારની તસવીરને મહત્વ આપવામાં આવ્યું છે. અજિત પવાર કેમ્પની સભા માટેનું સ્ટેજ તૈયાર છે, જેમાં શરદ પવારની તસવીર ચોંટાડવામાં આવી છે. અજિત પવાર સાથે કેટલા ધારાસભ્યો છે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થશે.

- Advertisement -

અજિત પવાર પણ શિંદે-ફડણવીસ સરકારમાં જોડાવાથી ઊભી થયેલી કટોકટીનો સામનો કરવા કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે, પવાર સોમવારે રાત્રે સાતારાથી પરત ફર્યા બાદ વર્તમાન રાજકીય ઘટનાક્રમનો સામનો કેવી રીતે કરવો તે અંગે કાયદાકીય નિષ્ણાતો સાથે સતત ચર્ચા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular