Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયસરકારી હોસ્પિટલમાં ઉંદર નવજાત બાળકીના અંગો કોતરી ગયા !

સરકારી હોસ્પિટલમાં ઉંદર નવજાત બાળકીના અંગો કોતરી ગયા !

- Advertisement -

ઝારખંડના ગિરિડીહમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની સરકારી હોસ્પિટલમાં ઉંદરોએ નવજાત શિશુના ઘૂંટણ અને અન્ય અંગો કોતરી નાખ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસમાં બે આઉટસોર્સ કર્મચારીઓને નોકરી માંથી કાઢી નાખ્યા છે. નવજાત બાળકીને ગંભીર હાલતમાં ધનબાદની શાહિદ નિર્મલ મહતો મેડિકલ કોલેજ હોસ્પિટલ (SNMMCH)માં લઈ જવામાં આવી હતી. હાલ બાળકીની હાલત સુધારા પર છે. આ ઘટના 2મે ના રોજ બની હતી.

- Advertisement -

બાળકીની  મમતા દેવીએ કહ્યું કે તે નવજાત શિશુને જોવા માટે ગિરિડીહ હોસ્પિટલના મોડલ મેટરનલ એન્ડ ચાઈલ્ડ હેલ્થ વોર્ડમાં પહોંચી હતી. અને બાળકીના ઘૂંટણ પર ઉંદરો કરડયા હોય તેવા નિશાન જોયા. બાળકીનો જન્મ 29 એપ્રિલે થયો હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ MCHમાં દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવને પગલે પ્રશાશને ડ્યુટી પરના ડોક્ટર સામે કાર્યવાહી કરવા અંગે પણ જણાવ્યુ છે.

બાળરોગ વિભાગના વડા અવિનાશ કુમારે જણાવ્યું હતું કે, બાળકના ઘૂંટણ પર ઊંડા ઘા ના નિશાન જોવા મળ્યા છે. બાળકીના પરિવારજનોની ફરિયાદ બાદ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દોષિત જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular