Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘શિવ ઉત્સવ ચિત્ર પ્રદર્શન’ યોજાયું

જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘શિવ ઉત્સવ ચિત્ર પ્રદર્શન’ યોજાયું

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરમાં ગત તા. 18-19 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વને ધ્યાને રાખીને શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં 20 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -

પ્રદર્શનમાં જાણીતા કલાકારો નરેશ પી. લંબાણી, ખુશ્બુ ગોહિલ દાવડિયા, કેતન ગોરડિયા અને સ્વીટુ ગજ્જર દ્વારા તૈયાર કરાયેલા એક્રેલિક કલર ચિત્રો અને કેનવાસ ચિત્રો પ્રદર્શિત કરાયા હતા. જેમાં શિવલિંગ, આકાર-નિરાકાર, વાસ્તુશાસ્ત્ર, શિવાલયોમાં જોવા મળતી દેવી-દેવતાની મૂર્તિઓ, શિવના પ્રતીકો, વાસ્તુશાસ્ત્ર, શિવ પાર્વતી નૃત્ય, અર્ધનારેશ્વર સ્વરૂપ અને શિવ સૌમ્ય-રૂદ્ર સ્વરૂપ આધારિત ચિત્રો જામનગરની જનતાએ નિહાળ્યા હતા.
પ્રદર્શનનું ઉદૃ્ઘાટન શહેરના જાણીતા પીઢ કલાકાર ઈન્દુભાઈ સોલંકી દ્વારા કરાયું હતું. ઈન્દુભાઈ સોલંકીએ નવા ઉભરતા કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમ પુરાત્વતીય સંગ્રહાલય, જામનગરના ક્યૂરેટર ડો. ધીરજ વાય. ચૌધરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular