જામનગર શહેરમાં આજે વ્હેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ હતી. ધુમ્મસના પરિણામે વિજિબિલિટી ઘટતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તળાવની પાળ, ડીકેવી સર્કલ સહિતના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો પ્રકૃત્તિપ્રેમીઓએ અનુભવ કર્યો હતો. જામનગરમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
જામનગરમાં શનિવારે 11 ડિગ્રી જેટલુ તાપમાન થયા બાદ ગઇકાલે ફરી ઠંડીનો ચમકારો જોવા મળતાં પારો સિંગલ ડિઝિટમાં પહોંચી ગયો હતો. ત્યારે આજે ધુમ્મસ વચ્ચે લઘુત્તામ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું હતું.
જ્યારે મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 89 ટકા નોંધાયું છે. જામનગર શહેરમાં વ્હેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ હતી. નજીકનું પણ જોવુ મુશ્કેલ હોય, વાહનચાલકો હેડલાઇટ ચાલુ કરી વાહન ચલાવતાં જોવા મળ્યાં હતાં.
જામનગરમાં ઠંડીને કારણે જનજીવનની સાથે પશુ-પક્ષીઓની હાલત પણ દયનિય બની હતી. તો લોકો તાપણાનો સહારો લેતાં પણ જોવા મળ્યાા હતાં.