Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયશાર્ક માછલીએ માણસનું મોઢું ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો, ખરીદવા માટે લોકોની ભીડ...

શાર્ક માછલીએ માણસનું મોઢું ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો, ખરીદવા માટે લોકોની ભીડ એકઠી થઇ

- Advertisement -

દુનિયાભરમાંથી અનેક વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં ઇન્ડોનેશિયામાંથી આવી એક ઘટના સામે આવી છે. જેમાં માછીમાર એક શાર્ક માછલીને પકડીને ઘરે લઇ ગયો હતો. બાદમાં તેને ખબર પડી માછલી પ્રેગનેન્ટ છે. તેનું પેટ ચીરીને માછીમારે જોયું તો તેના પેટ માંથી 3 બચ્ચા નીકળ્યા જેમાંથી 2 નોર્મલ હતા. પરંતુ એક બચ્ચાનું મોઢું માણસોના મોઢા જેવું હતું. અને આ બચ્ચાનો ફોટો હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. અને માછીમારના ઘરની બહાર તેને ખરીદવા માટે લોકોના ટોળા એકઠા થયા છે.

- Advertisement -

ઇન્ડોનેશિયાના ઈસ્ટ નુસા તેન્ગારાના 48 વર્ષીય નિવાસીઅબ્દુલ્લાહ નુરેન માછીમારીનો વ્યવસાય કરે છે. તેઓએ સોશિયલ મીડિયા પર જાળમાં ફસાયેલ એક શાર્ક માછલીના બચ્ચાનો ફોટો શેર કર્યો હતો. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે ભૂલથી તેની જાળમાં એક પ્રેગનેન્ટ માછલી ફસાઈ ગઈ હતી. અને બાદમાં ઘરે આવીને તેનું પેટ ચીરીને જોયું તો તેમાંથી 3 બચ્ચા બહાર આવ્યા જે પૈકી 2 તો સામાન્ય દેખાવ વાળા હતા. પરંતુ એક બચ્ચાનું મોઢું માણસોના મોઢા જેવું હતું. જેને જોવા માટે માછીમારના ઘરની બહાર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ ગઈ હતી. અને લોકો તેની પૂજા કરવા લાગ્યા. ઘણા લોકો આ બચ્ચાને ખરીદવા માંગે છે પરંતુ માછીમારે આ માછલી પોતાના માટે લક્કી હોય અને કોઈને વહેચવી નથી તેમ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular