ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ તેમના જન્મદિવસે 2100 બહેનોને મેમોગ્રાફી તપાસનો સંકલ્પ લઇને કેન્સર પ્રત્યે જાગૃત્તતા અભિયાન શરૂ કર્યુ હતું. જે અંતર્ગત શહેરના જુદા જુદા મહિલા મંડળોની બહેનોને મેમોગ્રાફી સંબંધી જાણકારી આપવા સેમિનારનું આયોજન થાય છે ત્યારે જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટે્રનર્સ સંચાલિત ગણેશ યોગ કલાસીસમાં મેમોગ્રાફી ટેસ્ટ અંગેનો સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં પૂર્વ મેયર અને પવન હંસના ડાયરેકટર અમીબેન પરીખ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે તેમની સાથે ભાજપાના મહિલા અગ્રણી મોનિકાબેન વ્યાસ તેમજ ગણેશ યોગ કલાસના સંચાલિકા સુમિતાબેન જોશી ઉપસ્થિત રહ્યાં હતાં. 20 થી વધુ સાધકોને અમીબેન પરીખ દ્વારા મેમોગ્રાફી સંબંધી જરૂરી માર્ગદર્શન અપાયું હતું. અને તમામ સાધકો મેમોગ્રાફીના ચેકઅપ માટે તૈયાર થયા હતાં.